દિવ્ય ભાસ્કર સ્કૂલ એડમિશન ફેરનો આજે છેલ્લો દિવસ:તમારા બાળક માટે અમદાવાદની બેસ્ટ સ્કૂલમાં સરળતાથી એડમિશન મેળવવાની આજે છેલ્લી સુવર્ણ તક

Dec 7, 2025 - 10:53
 0  1
દિવ્ય ભાસ્કર સ્કૂલ એડમિશન ફેરનો આજે છેલ્લો દિવસ:તમારા બાળક માટે અમદાવાદની બેસ્ટ સ્કૂલમાં સરળતાથી એડમિશન મેળવવાની આજે છેલ્લી સુવર્ણ તક
આજના સમયમાં બાળકો માટે યોગ્ય સ્કૂલ પસંદ કરવી વાલીઓ માટે એક મોટો અને જવાબદારીભર્યો નિર્ણય બની ગયો છે. આવા સમયમાં વાલીઓને પૂર્ણ માર્ગદર્શન મળે, વિવિધ સ્કૂલોને એક જ સ્થળે નજીકથી સમજવાનો મોકો મળે અને સરખામણી આધારિત યોગ્ય પસંદગી કરી શકે એવા ઉમદા હેતુ સાથે દિવ્ય ભાસ્કર દ્વારા સ્કૂલ ફેરનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં વાલીઓને વિવિધ સ્કૂલોના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરવાની, તેમની શિક્ષણ પદ્ધતિ જાણવાની અને પોતાના બાળક માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાની અનોખી તક મળે છે. અમદાવાદની નામાંકિત સ્કૂલોએ ફેરમાં જોડાઈ આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, એશિયા સ્કૂલ, જીનિવા લિબરલ સ્કૂલ, H3 પ્રિ-સ્કૂલ, સત્યમેવજયતે ઈન્ટરનેશનલ સ્કૂલ, ધી એચ.બી.કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ વગેરે જેવી અમદાવાદની નામાંકિત સ્કૂલો દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત સ્કૂલ એડમિશન ફેરમાં ભાગ લઈ રહી છે. સ્કૂલ એડમિશન ફેરમાં એન્ટ્રી તદ્ન ફ્રી છે. આ ફેરમાં તમને GSEB, CBSE, IB, ICSE Cambridge Boardની સ્કૂલો એક સાથે એક જ સ્થળે મળી રહેશે. તેમે ફ્રી રજિસ્ટ્રેશન માટે 91900 00090 નંબરનો સંપર્ક કરી શકો છે. બાળકોની સેફ્ટી અને યોગ્ય વાતાવરણ મળે તે જરૂરી બાળકના ભવિષ્યનો મજબૂત પાયો તેની યોગ્ય સ્કૂલથી જ બંધાઈ શકે છે. આધુનિક સમયમાં શિક્ષણ હવે ફક્ત પુસ્તકીય જ્ઞાન સુધી મર્યાદિત નથી. આજના બદલાતા શૈક્ષણિક માળખામાં માત્ર સારી બિલ્ડિંગ કે ઊંચી ફી એટલે સારી સ્કૂલ નહીં, પરંતુ શિક્ષણની ગુણવત્તા, સેફ્ટી, શિક્ષક–વિદ્યાર્થી રેશિયો, એક્ટિવિટીઝ અને બાળકને યોગ્ય વાતાવરણ મળે છે કે નહીં આ બધું ખૂબ મહત્વનું બની ગયું છે. આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આધુનિક સ્કૂલોને વધુ પસંદ કરવામાં આવી રહી છે. શ્રેષ્ઠ સ્કૂલો ફક્ત અભ્યાસ માટેનું કેન્દ્ર નથી, પરંતુ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં વિદ્યાર્થીઓનો માનસિક, શારીરિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ સમાન રીતે થાય છે. તેથી વાલીઓએ સ્કૂલ પસંદ કરતી વખતે સમજદારીપૂર્વક વિવિધ મુદ્દાઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. ત્યારે તમને પણ એક વાલી તરીકે સ્કૂલ પસંદગી કરવામાં સરળતા રહે તેવા ઉમદા હેતુ સાથે દિવ્ય ભાસ્કર દ્વારા સ્કૂલ એડમિશન ફેર 2026-27નું આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલ એડમિશન ફેરમાં ઉત્કૃષ્ટ પરિણામ આપતી સ્કૂલો, અભ્યાસની ઉત્તમ ગુણવત્તા સાથે શ્રેષ્ઠ શિક્ષકગણ, સુવિધાસભર અને સલામત સ્કૂલો, સુરક્ષિત ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ, ફુલ્લી ડિજિટલ એન્હેસ્ન્ડ કેમ્પસ વગેરે જેવી સ્કૂલો એક જ સ્થળે ઉપલબ્ધ મળી રહેશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0