ઓનલાઈન યંત્રના જુગાર પર ભાવનગર LCBનો સપાટો:વિદ્યાર્થી, વેપારી, નોકરિયાત, રિક્ષાડ્રાઈવર સહિત 12 શખસ ઝડપાયા, 3 ફરાર
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના આડોડિયા વાસ વિસ્તારમાં ચાલતા એક મોટા ઓનલાઇન હારજીતના જુગારના અખાડા પર દરોડો પાડીને કુલ 12 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી રોકડ, કોમ્પ્યુટર સિસ્ટમ, મોબાઇલ ફોન અને જુગારમાં વપરાતા અન્ય સાધનો મળીને કુલ રૂ.1,92,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે અન્ય ત્રણને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. આરોપી દુકામાં યંત્રોના ચિત્રો પર જુગાર રમાડતો
ભાવનગર LCB સ્ટાફને બાતમી મળી હતી કે, ભીખાભાઇ કનુભાઇ પરમાર રહે.આડોડિયાવાસ તેમના કબજા હેઠળની આડોડિયા વાસની બે દુકાનોમાં અને જીતેશ ઉર્ફે વિવેક દિલીપભાઇ રાઠોડ રહે.આડોડિયાવાસ) તેમની બાજુની પતરાવાળી દુકાનમાં આર્થિક લાભ માટે જુગારનો અખાડો ચલાવે છે. આ શખ્સો બહારથી માણસોને બોલાવી દુકાનમાં રાખેલ મશીન પર યંત્રોના ચિત્રો પર રોકડ રકમ લગાવી હારજીતનો જુગાર રમાડતા હતા. વિજેતાને લગાડેલી રકમ કરતાં દસ ગણી રકમ ચૂકવીને નસીબ આધારિત આ જુગાર ચાલતો હતો. ઓનલાઇન જુગારની મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ 'ઓનેસ્ટ-1' અને 'સેફરોન' નામની ઓનલાઇન ફ્રેન્ચાઇઝી અને યંત્રોનું વેચાણ કરવાના બહાને આ જુગાર રમાડતા હતા. ગ્રાહકો યંત્રના ચિત્રો પર રૂ.11, રૂ.22, રૂ.33 વગેરે જેવી રકમો લગાડતા હતા. દર પાંચ મિનિટે ઓનલાઇન એક યંત્ર વિજેતા જાહેર થતું હતું. લગાડેલ રકમના નવ ગણા રૂપિયા (દા.ત., રૂ.11 લગાવનારને રૂ.99 આપવામાં આવતા હતા. યંત્રો પર લગાવેલી રકમ જતી રહેતી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રવૃત્તિ વરલી મટકાના જુગાર જેવી જ છે, જ્યાં આંકડાને બદલે યંત્રનું ચિત્ર વિજેતા જાહેર થાય છે. આ જુગારમાં ગ્રાહકોને કોઈ યંત્ર કે સિક્કા આપવામાં આવતા નહોતા. પોલીસે 12ની ધરપકડ કરી
પોલીસ સ્થળ પરથી જુગાર રમતા અને રમાડતા નોકરિયાત, રિક્ષાડ્રાઈવર, વેપારી, વિદ્યાર્થી સહિતના 12 શખસને દબોચી લીઘા હતાં. જ્યારે ત્રણ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓ અને ફરાર શખ્સો
ક્રિશ વીક્કીભાઇ રાઠોડ ઉ.વ.20 ધંધો-પ્રા.નોકરી રહે.અખાડા પાસે, આડોડીયાવાસ, સરફરાઝ નિજામભાઇ શેખ ઉ.વ.30 ધંધો- રી.ડ્રા. રહે.ઇકબાલ પાન હાઉસ પાસે, બાપેસરા કુવા પાછળ, વડવા, નિશાંત ઉર્ફે ભોલો મહેશભાઇ ઉર્ફે ચંદુ રાઠોડ ઉ.વ.26 ધંધો- ઓરકેસ્ટ્રા પાર્ટી રહે.આડોડિયાવાસ, વિરેન હરેશભાઇ રૂપડા ઉ.વ.36 ધંધો-મજુરી રહે.પ્લોટ નં.11, સત્યનારાયણ સોસાયટી, ગાયત્રીનગર, નકુલ સંદિપભાઇ પરમાર ઉ.વ.19 ધંધો- નોકરી રહે.રજની પાન પાછળ, આડોડિયા વાસ, ખોડીદાસ વાલજીભાઇ રાઠોડ ઉ.વ.36 ધંધો-મજુરી રહે.મ.નં.99/ઇ, 50 વારીયા, લંબે હનુમાન પાછળ, ઘોઘા જકાતનાકા, સચાનંદ રેવાચંદ મંગલાણી ઉ.વ.55 ધંધો- ફ્રુટનો વેપાર રહે.યોગેશભાઇ મિસ્ત્રી ના મકાને, 14 નાળા,મીની બજાર, ઘોઘા રોડ, ભાવનગર ગુરુ નાનક મંદિરના પુજારી, વઘાશીયા ચોરા પાસે, ધોરાજી જી.રાજકોટ, મીલન હિતેશભાઇ પંડયા ઉ.વ.24 ધંધો-મજુરી રહે.પ્લોટ નંબર-11, શેરી નંબર-8, મુંબઇવાળાની ચાલી, નિર્મળનગર, જગદીશભાઇ શંભુભાઇ ગૌસ્વામી ઉ.વ.58 ધંધો- ફ્રુટનો વેપાર રહે.મફતનગર, હનુમાન ગલી, શહેર ફરતી સડક, દેવરાજ નગર સામે, માનવ પંકજભાઇ પરમાર ઉ.વ.20 ધંધો-અભ્યાસ રહે.મેલડીમાના મંદીર પાસે, આડોડીયા વાસ, જીતેશ ઉર્ફે વિવેક દીલીપભાઇ રાઠોડ ઉ.વ.38 ધંધો-વેપાર રહે.વાલ્મીકી વાસ સામે, આડોડિયા વાસ, મીલન નરેશભાઇ પરમાર ઉ.વ.25 ધંધો-ડ્રાયવીંગ રહે.સોનલ પાન પાસે,આડોડિયાવાસ વાળાને ઝડપી લીધા હતા જ્યારે ત્રણ શખ્સોઓ ભીખાભાઇ કનુભાઇ પરમાર રહે.આડોડીયાવાસ, સિધ્ધાર્થ સતિષભાઇ પરમાર રહે.આડોડીયાવાસ તથા રવિરાજસિંહ રહે.ભાવનગર ત્રણેય ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા, તમામ ઈસમો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0