ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન:કાગવડમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લેઉવા પટેલ મંત્રીઓનું સન્માન, જયેશ રાદડિયા પણ ઉપસ્થિત
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર, કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.
મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિ
આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે, જે કાર્યક્રમની ગરિમામાં વધારો કરશે. સન્માનિત થનાર મહાનુભાવો
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદિશભાઈ વિશ્વકર્મા, રાજ્ય સરકારના નવનિયુક્ત લેઉવા પટેલ સમાજના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરીયા, કમલેશભાઈ પટેલનું સન્માન થશે.
ટ્રસ્ટના ચેરમેનના માર્ગદર્શન હેઠળ મોટી જનમેદની
આ સન્માન સમારોહમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. જેમાં ટ્રસ્ટીઓ, વિવિધ કન્વીનરો અને તેમની ટીમ, રાજકીય અને સામાજિક આગેવાનો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સોશિયલ ગ્રુપના સભ્યો સહિત સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવશે.
આ સન્માન સમારોહ સમાજ અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0